અનાથ ના બેલી - Angel for an Orphan
અનાથ ના બેલી - Angel for an Orphan
જ્યોતિબેન પરમાર તે સેલિબ્રલ પાલ્સી સ્કૂલમાં શિક્ષિકા છે, કે જેઓ એક પુત્ર અને પુત્રીના માતા છે અને પોતાના સંસારમાં વ્યસ્ત છે, પરંતુ આ ઉપરાંત કંઈક અલગ કરવાની ભાવના તેમનામાં જન્મી તેઓએ જૂનાગઢના શિશુમંગલ અનાથ આશ્રમમાંથી ચાર વર્ષ પહેલા એક વિકલાંગ બાળક યુવરાજ ને દત્તક લીધો.
જ્યારે તેઓ તે બાળકને લાવ્યા ત્યારે તે બાળક બોલવામાં, ચાલવામાં અને ઊભા રહેવામાં પણ અશક્ત હતો. હવે આ બાળકને ઉછેરવું અને કાબેલ બનાવવાની કપરી ફરજ જ્યોતિબહેનએ નિભાવવાની હતી.
આપણા પોતાના એક પડકારગ્રસ્ત બાળકને ઉછેરવા માટે ઘણી હિંમત, ધૈર્ય, પ્રતિબદ્ધતા અને માનસિક શક્તિની જરૂર હોય છે અને અહીં પડકારો સાથે અનાથ બાળકને દત્તક લઈને તેને સંપૂર્ણ રીતે ઉછેરવું એ એક ઉદાહરણ છે જે દરેકના હૃદયને સ્પર્શી જાય છે...
જોકે આ ભગીરથ કાર્યમાં તેમને તેમનો પુત્ર પ્રયાગરાજ અને અન્ય કુટુંબના સભ્યોનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો.
આ બાળકને યોગ્ય માવજત, કેળવણી અને જરૂરી તમામ સગવડ ઊભી કરીને આજે બોલતો તથા સ્વતંત્ર રીતે ચાલતો કર્યો એટલું જ નહીં પણ આજે તે સામાન્ય શાળામાં આગળ ઉપર ની કેળવણી માટે દાખલ પણ કર્યો છે.
જ્યોતિબહેન અને તેમના પરિવારને આવા ઉદાર કાર્ય માટે અભિનંદન.
Angel for an Orphan
Jyotiben Parmar, She is a teacher in a cerebral palsy school the support and nurturer of orphans, who is a mother of a son and a daughter and is busy with her own world.
But as a desire to do something different, she adopted a handicapped child - Yuvraj, from Shishumangal Orphanage in Junagadh four years ago.
He was also unable to walk and stand, Now Jyotiben had to fulfill the difficult task of raising this child and making him capable.
However, in this extremely difficult work, she received the full cooperation of his son Prayagraj and other family members.
To raise a challenged child of our own, needs lots of courage, patience, commitment mental strength & here, to adopt an orphan child with challenges and raise him to the fullest is an example that touches everyone's hearts...
This child has not only been given proper grooming, education, and all the necessary facilities to speak and walk independently but today he has also been admitted to a Normal school for further education.
Congratulations to Jyotiben and her family for such generous work.
Comments
Post a Comment