Hard Work Pays

સાવ સામાન્ય દરજી પરિવાર માં ડિસેમ્બર ૧૯૫૬માં જન્મેલા પ્રવિણાબેન ચંપકભાઈ વાઘેલા નો જીવન સંઘર્ષ કંઈક જીવનની શરૂઆતથી જ છે. બે ભાઈ અને બે બહેનો માં ત્રીજા નંબરે જન્મેલા પ્રવીણાબહેને ફક્ત ૧૨ વર્ષની ઉંમરથી જ માતા-પિતાને આર્થિક સહયોગ આપવા માટે છૂટક ઘરકામ કરવાનું શરૂ કર્યું. 

16 વર્ષની ઉંમરે તેમના લગ્ન પણ થઇ ગયા પરંતુ સાંસારિક બંધન ની સાથે ઘરકામ કરવાની પ્રવૃત્તિ તો જોડાયેલી જ રહી. લગભગ પંદર વર્ષ સુધી ઘરકામ ચણતર કામ સિલાઈ કામ તેમજ રેંટિયો કાંતવા જેવી પ્રવૃત્તિઓ કરી ને પતિને પણ આર્થિક સહયોગ આપ્યો.

 આ દરમિયાન તેઓ બે પુત્ર અને એક પુત્રી એમ ત્રણ સંતાનના માતા પણ બન્યા. બાળકોના ઉછેર કરવા માટે 8×10 ની ભાડા ની ઓરડી સિવાય બીજું કશું જ ન મળે પરંતુ તમામ વિપરીત પરિસ્થિતિઓ સામે કમર કસી જીવવાનું અને માતૃત્વની મમતાએ બાળકો ને ઉચ્ચ શિક્ષણ આપવાનો દ્રઢ નિશ્ચય કર્યો.

 લગભગ વીસેક વર્ષ સુધી ભાવનગરના પ્રખ્યાત ઇએનટી સર્જન ડો.પંકજભાઈ શાહ ના દવાખાનામાં આયાબેન તરીકે કામ કરતા કરતા અભ્યાસમાં તેજસ્વી એવા પોતાના મોટા પુત્રને મેડિકલનો અભ્યાસ કરવા મૂક્યો પરંતુ વિધિની વક્રતા તો જુઓ કે દીકરો ડોક્ટર બની બહાર પડે એ પહેલાં જ તેમણે પોતાનો પતિ ગુમાવ્યો.

 છતાં પરિસ્થિતિ સામે ઝુક્યા વગર દીકરાને માસ્ટર ડિગ્રી કરવા માટે પણ પ્રેર્યો. આમ, અતિ સંઘર્ષના અંતે છેલ્લા 15 વર્ષથી પુત્રના સહકારથી ઘરની આર્થિક પરિસ્થિતિ તો સધ્ધર બની પણ તેમણે પોતાની કામગીરી ચાલુ રાખી.
આવક ગરીબ દર્દીઓ ને દવા માટે તેમજ આર્થિક રીતે નાજુક પરિસ્થિતિ ના વિદ્યાર્થીઓના ભણતર માટે વાપરવાનું ચાલુ રાખ્યું.

 હવે વધતી જતી ઉંમર અને કોરોના ની વૈશ્વિક મહામારી ને કારણે તેઓને હોસ્પિટલ નું કાર્ય છોડવાની ફરજ પડી છે.


Pravinaben Champakbhai Vaghela, who was born on December 1956, in a very ordinary tailor family, has been struggling for life since the beginning of her life. 

 Pravinaben, the third of two brothers and two sisters, started doing housework at the age of 12 to support her parents financially.  

She got married at the age of 16, but housework remained associated with worldly bondage.  

For about fifteen years she did housework, masonry work, sewing work as well as rentio spinning and helped her husband financially.  

During this time she also became the mother of three children, two sons and a daughter. Nothing is available except a rented room of 8 × 10 for raising children but determined to survive in the face of all adversity and to give higher education to the children with the love of motherhood.

 She worked as helper in the hospital of Dr. Pankajbhai Shah, a renowned ENT surgeon in Bhavnagar for almost twenty years.  

The eldest son, who was brilliant in his studies, was admitted to study medicine, but bad luck was with her and she lost her husband before her son became a doctor.

 Even though losing sight of the situation, she encouraged her son to pursue a master's degree. Thus, at the end of the great struggle, with the help of his son for the last 15 years, the financial situation of the house improved,
 but she continued to work and continued to use the income for poor patients for medicine as well as for the education of students from economically fragile situation.  

Now, old age and the global epidemic of corona, they have been forced her to leave the hospital.

Comments

Popular posts from this blog

Chandipura Virus Symptoms & Precautions

Janmashtami Special

From The Director's Diary