શિક્ષણ ના મરજીવા - Redeemer for underprivileged children
શિક્ષણ ના મરજીવા - Redeemer for underprivileged children
શિક્ષણ ના મરજીવા
પ્રજ્ઞાબેન ગાંધી કે જેઓને પોતાની પાંચ વર્ષની શિક્ષક તરીકેની કારકિર્દી પછી પણ તેવું થતું કે આનાથી મારો હેતુ બર આવતો નથી.
હજી પણ તેમને કંઈક વધુ કરવું હતું પોતાની આ મુરાદ અને કંઈક કરવાની ઝંખના ને સાકાર કરવા માટે તેમણે ભાવનગરના જવાહર મેદાનમાં આવેલ ઝૂંપડપટ્ટી નો છ માસ સુધી સર્વે કર્યો અને લગભગ ૪૦૦ જેટલા બાળકો ખોળી કાઢ્યા કે જેઓને ભણવું હતું પણ પરિસ્થિતિ વશાત તેઓ કચરા વિણવા નું અને અન્ય કાર્યો કરવા મજબુર હતા.
આ બાળકોને ભણવાનું , કેળવવાનું અને જીવનના મૂલ્યો શીખવાનું પ્રજ્ઞાબેને બીડું ઝડપી લીધું.
હવે લગભગ ૨૧ વર્ષથી તેઓ આવા શિક્ષણથી વંચિત બાળકોને ભણાવે છે , શાળામાં પ્રવેશ અપાવે છે ઉપરાંત તેઓનું શાળા નું ગૃહકાર્ય તેમ જ ઇત્તર પ્રવૃત્તિઓ કરવા પ્રેરે છે વળી તેઓમાં રહેલી ક્ષમતાઓને બહાર લાવી તેઓમાં નૈતિક મૂલ્યો પ્રેરી અને સારા માનવી બનવાની પ્રેરણા આપી રહ્યા છે.
આમ પ્રજ્ઞાબેન કાચમાંથી હીરા ઘડવા જેવું મૂલ્યનિષ્ઠ કાર્ય કરી રહ્યા છે.
Redeemer for underprivileged children
Pragnaben Gandhi, a dreamer of education, who, even after her five-years career as a teacher, felt that this did not serve her purpose, still had to do something more.
She Surveyed for one month and found about 200 children who were supposed to be educated but due to the situation they were forced to pick garbage and do other work.
Pragnaben accepted this challenge to teach & nurture these children the values of life. For almost 21 years now, she has been educating children who are deprived of education.
She has enrolled them in school & is motivating them to do their homework as well as extracurricular activities, bringing out their potential and inspiring them to become moral human beings.
Pragnaben has received a varies award for this work.
Thus Pragnaben is doing valuable work like making diamonds out of glass.
Comments
Post a Comment