Survival for existence
સુરજબેન, કે જેઓ પાચ પુત્રીઓના માતા છે. તેમની કહાની કંઈક એવી છે કે તેમની સૌથી નાની પુત્રી જ્યારે ફક્ત સવા મહિનાની જ હતી ત્યારે તેમના પતિનું અવસાન થયેલ. પતિના અવસાન પછી તેમના સાસરીવાળાઓએ તેમને આ પાંચ પાંચ પુત્રીઓ ના ઉછેર કરવા માટે કોઈ જ પ્રકારનો સહકાર તો ન આપ્યો પણ પિયર ભેગા કરી દીધા. પિયરમાં રહીને ઘરકામ, કડિયાકામ વગેરે કામો કરી પાચે દીકરીઓને ઉછેરી જોકે મોટી ત્રણ દીકરીઓ ને તો ઝાઝુ ન ભણાવી શક્યા પણ નાની બેને દસ ધોરણ સુધી અભ્યાસ કરાવ્યો. આજે તો બધી દીકરીઓ ઘરેબારે છે અને પ્રમાણમાં સુખી છે. પરંતુ આ કહાની દ્વારા આપણા સમાજને કડવી વાસ્તવિકતા એ સામે આવી કે પુત્ર નહોતો અને પતિ નું અવસાન થયું તો સાસરીવાળા એ બિલકુલ સહકાર નો આપ્યો અને ઉપરથી પિયર ની વાટ પકડાવી દીધી પરંતુ આ સ્વમાની સ્ત્રી કે જેણે પિયરમાં પણ પોતાના માતા-પિતા કે ભાઈ પર બોજ ન બનતા પોતાની પુત્રીઓ ના યોગ્ય ઉછેર માટે જાત મહેનત કરવાનો વિકલ્પ પસંદ કર્યો. Surajben, who is the mother of five daughters. Her story goes that her husband died when her youngest daughter was only a month and a week old. After the death of her husband, her in-laws d